VIDEO: 5Gના જમાનામાં ગુજરાતના આ ગામમાં NETWORK પણ નથી આવતું, ટાવર માટે લોકો ચઢે છે ડુંગર!
ગુજરાત સહિત વિશ્વભરમાં લોકો 5G ટેકનોલોજીનો વપરાશ કરી રહ્યા છે. ત્યારે રાજ્યના આ ગ
ગુજરાત સહિત વિશ્વભરમાં લોકો 5G ટેકનોલોજીનો વપરાશ કરી રહ્યા છે. ત્યારે રાજ્યના આ ગામોમાં 5G તો જવાદો સમાન્ય મોબાઈલનું NETWORK પણ નથી પકડાઈ રહ્યું. આ ગામ સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના છે. સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં ગ્રામજનોએ જો સસ્તા અનાજનું રાશન લેવું હોય તો ફરજિયાત ડુંગર ચડવો પડે છે.
આ ગામોમાં 5G તો જવાદો સમાન્ય મોબાઈલનું NETWORK પણ નથી આવતું
તમને આ વાત જાણીને નવાઈ લાગશે પણ આ વાત સાચી છે. તાલુકાના જોડ, ખાપરેટા સહિતના ગામોમાં મોબાઇલ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળતી જ નથી. લઈ જ્યારે તે લોકોએ સસ્તા અનાજના દુકાને રાશન લેવા જવાનું થાય ત્યારે સ્થાનિકોને OTP મેળવવા માટે ડુંગર પર ચઢવું પડે છે.
ડુંગર પર ચડ્યા બાદ જ નેટવર્કની કનેક્ટિવિટી મળે છે
ડુંગર પર ચડ્યા બાદ જ નેટવર્કની કનેક્ટિવિટી મળે છે અને OTP આવ્યા બાદમાં રાશન મેળવી શકે છે. ત્યારે હિંમતનગર તાલુકો સાબરકાંઠા જિલ્લાનો વિકસિત તાલુકો છે..તેમ છતાં હજુ સુધી તાલુકામાં નેટવર્કની કનેક્ટિવિટી મળતી નથી. સ્થાનિકો નેટવર્ક કનેક્ટિવિટીની મુશ્કેલીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.






