VIDEO: સુરેન્દ્રનગરના તરણેતરમાં ગેરકાયદેસર ખનિજ ખોદકામ ઝડપાયું, તંત્રે મશીનો કર્યા જપ્ત
સુરેન્દ્રનગરના તરણેતર ગામે સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર ખનિજ ખોદકામનો મોટો ખુલાસો થયો છ


સુરેન્દ્રનગરના તરણેતર ગામે સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર ખનિજ ખોદકામનો મોટો ખુલાસો થયો છે. ગ્રામ પંચાયતના સભ્ય વાઘાભાઈ સારડીયા દ્વારા આ ખોદકામ ચલાવવામાં આવતું હોવાનું સામે આવતાં તંત્રએ દરોડા પાડ્યા હતા.
JCB મશીન, ડમ્પર સહિતનાં સાધનો જપ્ત
JCB મશીન, ડમ્પર સહિતનાં સાધનો જપ્ત કરાયાં છે. જપ્ત મુદ્દામાલની કિંમત 60 લાખ રૂપિયાથી વધુની છે.ગ્રામ પંચાયત સભ્યો જ ગેરકાયદેસર ખોદકામનું રેકેટ ચલાવતા હોવાનો આ ધડાકો થયો છે. આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.


