મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરેન્દ્રનગરમાં ખેત મજૂરોને માવઠાના નુકસાન સામે વળતર આપવા માંગ, આંદોલનની ચિમકી ઉચ્ચારી

સુરેન્દ્રનગર જિલ્લામાં હવે સરકાર સામે ખેત મજૂરોએ મોરચો માંડ્યો છે. ખેત મજૂરોને પણ માવઠાન

સુરેન્દ્રનગર જિલ્લામાં હવે સરકાર સામે ખેત મજૂરોએ મોરચો માંડ્યો છે. ખેત મજૂરોને પણ માવઠાની નુકસાન અંગેની સહાયનું પેકેજ સરકાર દ્વારા જાહેર કરવા માંગ કરવામાં આવી છે. જો તેમની માંગ નહીં સંતોષાય તો તેમણે આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે. 

ખેતરોમાં 30 ટકા કાર્ય ખેત મજૂરો કરે છે

 સુરેન્દ્રનગરમાં માવઠાના નુકસાનમાં વળતરને લઇ ખેત શ્રમિકોએ વળતરની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. જો આગામી સમયમાં શ્રમિકોને વળતર નહી મળે તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી આપી છે. ખેતરોમાં 30 ટકા કાર્ય ખેત મજૂરો દ્વારા કરવામાં આવે છે અને જિલ્લામાં  પાંચ હજાર થી વધુ ખેત મજૂરોએ આ માંગ કરી છે. 

આ સમાચાર શેર કરો