VIDEO: વિજયનગરમાં પ્રદૂષણ ફેલાવતા ગેરકાયદેસર કોપર યુનિટનો તરખાટ
સાબરકાંઠાના વિજયનગરના વજેપુરા નજીક નદી કિનારે રાજસ્થાનના શખ્સો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી

સાબરકાંઠાના વિજયનગરના વજેપુરા નજીક નદી કિનારે રાજસ્થાનના શખ્સો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ધમધમતું ગેરકાયદેસર કોપરનું કારખાનું સ્થાનિકો માટે મુસીબત બન્યું છે. પ્રદૂષણ ફેલાવતા આ એકમને તંત્રની કોઈ મંજૂરી નથી, છતાં તે બેરોકટોક ચાલી રહ્યું છે. કોપરના ઉત્પાદનને કારણે અહીંની જમીન અને વનસ્પતિનો નાશ થઈ રહ્યો છે, સાથે જ કારખાનાનું ઝેરી પ્રદૂષિત પાણી સીધું નદીમાં છોડાઈ રહ્યું છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવા છતાં સ્થાનિક તંત્ર અને પોલીસ કુંભકર્ણની નિંદ્રામાં છે. હવે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ગાંધીનગરની ટીમો ત્વરિત તપાસ કરી જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.




