મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ 'ડીજે બંધ થશે તો દારૂ વેચીશું', ઠાકોર સમાજના બંધારણ સામે વેપારીઓના વિરોધનાં સૂર

પાટણ: તાજેતરમાં ઓગડનાથ ખાતે સાંસદ ગેનીબેન ઠાકોર અને ઠાકોર સમાજના અગ્રણીઓ

પાટણ: તાજેતરમાં ઓગડનાથ ખાતે સાંસદ ગેનીબેન ઠાકોર અને ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા સમાજમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકતા નવું બંધારણ અમલી બનાવ્યું છે. આ નિર્ણયના હવે ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. પાટણના હાશાપુર ખાતે સાઉન્ડ સિસ્ટમના વેપારીઓની એક મહત્વની બેઠક મળી હતી, જેમાં વેપારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે.

પેટ પર પાટું મારવાનો આરોપ

ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ સવાલ ઉઠાવ્યો છે કે જો આ રીતે પ્રતિબંધ મૂકવામાં આવશે, તો અમારે જીવન નિર્વાહ કેવી રીતે કરવો? વેપારીઓએ રોષે ભરાઈને કહ્યું કે, "સમાજના આગેવાનોએ દારૂ બંધ કરાવ્યો નથી, પરંતુ સારા પ્રસંગોમાં ડીજે બંધ કરાવીને અમારા પેટ પર પાટું માર્યું છે. જો ડીજે બંધ થશે તો અમારે દારૂ ગાળવાની તૈયારી રાખવી પડશે."

રાજકીય અને સામાજિક બહિષ્કારની ચીમકી

બેઠકમાં વેપારીઓએ એકસૂરે નિર્ણય લીધો છે કે જે સમાજે ડીજે પર પ્રતિબંધ મૂક્યો છે, તે સમાજનું કોઈ પણ કામ વેપારીઓ કરશે નહીં. એટલું જ નહીં, આ નિર્ણયમાં સંકળાયેલા કોંગ્રેસના નેતાઓને આગામી સમયમાં વોટ નહીં આપવા માટે પણ મીટિંગમાં અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો