VIDEO: ઝઘડિયા GIDCમાં આઈસર ટ્રક પલ્ટાઈ, 30 કામદારો દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત
ગુજરાતના ભરૂચમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ભરૂચના ઝઘડિયા GIDCમાં અકસ્માત સર્જાયો હ
ગુજરાતના ભરૂચમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે ભરૂચના ઝઘડિયા GIDCમાં અકસ્માત સર્જાયો હતો. આરતી કંપનીમાંથી કોન્ટ્રાક્ટના કામદારોને ભરીને જઈ રહેલો એક ટેમ્પો બ્લેક રોઝ કંપની પાસેના વળાંક પર પલટી ખાઈ ગયો હતો. મળતા અહેવાલ પ્રમાણે ટેમ્પો ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.
ઇજાગ્રસ્તોને તાત્કાલિક અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
આ ઘટનામાં ૩૦ જેટલા કામદારોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, તેમાંથી ૩ કામદારોની હાલત ગંભીર છે.
સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી
સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે.




