મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભરૂચ જિલ્લાના સાયખા GIDCની કંપનીમાં બોઈલર ફાટ્યું, ત્રણ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા

રાજ્યના ભરૂચ જિલ્લાના સાયખા GIDCની કંપનીમાં અચાનક બોઈલર ફાટ્યું હ

રાજ્યના ભરૂચ જિલ્લાના સાયખા GIDCની કંપનીમાં અચાનક બોઈલર ફાટ્યું હતું, દુર્ઘટનામાં ત્રણ કર્મચારીઓને ઈજા પહોંચી હતી. સાયખા GIDCમાં આવેલી અલકેમી ફાઇનકેમ કંપનીમાં રાત્રે  અચાનક ઓવર પ્રેશરથી બોઈલર ફાટતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારોમાં પણ તેનો ધ્રુજારી અનુભવાઈ હતી. બોઈલર ફાટતાની સાથે જ ઘટના સ્થળે હાજર ત્રણ કર્મીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી  બે ઇજાગ્રસ્તોની  હાલત ગંભીર હતી. ઈજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો