મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સણિયાગામમાં તળાવમાં સેંકડો માછલીઓના મોત, GPCBની નિષ્ક્રિયતા આવી સામે

ઔદ્યોગિક નગરી ગણાતા સુરત જિલ્લાના સણિયાગામમાં માનવતા અને પર્યાવરણને શર્મસાર કરતી ઘટના

ઔદ્યોગિક નગરી ગણાતા સુરત જિલ્લાના સણિયાગામમાં માનવતા અને પર્યાવરણને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ગામના તળાવમાં એકસાથે  અનેક માછલીઓ મૃત હાલતમાં મળી આવતાં સમગ્ર વિસ્તારના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આ કરુણ બનાવ પાછળ મુખ્યત્વે જીપીસીબી (GPCB)ની ઝોન કચેરીની નિષ્ક્રિયતા જવાબદાર હોવાનું ગ્રામજનો અને સ્થાનિકો માની રહ્યા છે. 

કેમિકલયુક્ત પાણી બન્યું કાળ

સ્થાનિકોના આક્ષેપ મુજબ, સણિયાગામના આ તળાવમાં આસપાસના ઉદ્યોગો અને ડાઇંગ યુનિટ્સનું કેમિકલયુક્ત દૂષિત પાણી છોડવામાં આવે છે. આ ઝેરી પાણી ઉપરાંત, ખાડીનું દૂષિત પાણી પણ તળાવમાં ભળી જાય છે.

આ દૂષિત પાણીને કારણે તળાવના પાણીમાં ઓક્સિજનની માત્રા ઘટતા  અનેક  માછલીઓ, તરફડીને મૃત્યુ પામી હતી.

પૂર્વ સરપંચે વીડિયો  બનાવ્યો

આ ગંભીર પરિસ્થિતિને કારણે લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. સણિયાગામના પૂર્વ સરપંચે આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવીને પરિસ્થિતિની ગંભીરતા દર્શાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે જ્યારે આ બનાવ અંગે સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેઓ ફોન પણ ઉપાડતા નથી, જે તેમની બેદરકારી અને ઉદાસીનતા સાબિત કરે છે.

આ સમાચાર શેર કરો