મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ચોટીલામાં ચામુંડા માતાના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ, દરરોજ 40 થી 50 હજાર માઈ ભક્તો ઉમટ્યા

નૂતન વર્ષની શુભ શરૂઆત થતાં જ રાજ્યભરના ધાર્મિક સ્થળોએ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. આમા

નૂતન વર્ષની શુભ શરૂઆત થતાં જ રાજ્યભરના ધાર્મિક સ્થળોએ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. આમાં, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સ્થિત ચામુંડા માતાના મંદિરે ભક્તજનોની ભારે ભીડ ઉમટી પડી છે.

નવા વર્ષના પ્રથમ દિવસોમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો પોતાના પરિવાર સાથે માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા, જેને કારણે મંદિરે માનવમહેરાણ ઉમટ્યું હતું. મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, હાલમાં દરરોજ  40000 થી 50000 જેટલા માઈ ભક્તો દર્શન માટે આવી રહ્યા છે.

ભક્તોની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં આવનાર તમામ શ્રદ્ધાળુઓ માટે પાણી તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. નવા વર્ષની ધાર્મિક શરૂઆત કરવા માટે ચોટીલા ધામમાં શ્રદ્ધાળુઓનો આ પ્રવાહ સતત ચાલુ છે.

આ સમાચાર શેર કરો