VIDEO:લાઠી પંથકમાં ધોધમાર વરસાદનું આગમન
અમરેલી જિલ્લાના લાઠી પંથકમાંથી વરસાદના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ લાઠીના ગ્રામ્ય વિસ

અમરેલી જિલ્લાના લાઠી પંથકમાંથી વરસાદના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાયું છે અને ધોધમાર વરસાદ શરૂ થયો છે. લાઠી તાલુકાના પીપળવા, આંબરડી અને નવા ગામ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ ખાબક્યો છે.ચોમાસાની સિઝનના આ ધમાકેદાર આગમનને પગલે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા સ્થાનિક ખેડૂતોમાં ભારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વરસાદ વાવણી લાયક સાબિત થઈ શકે છે.



