મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: લાઠી પંથકમાં ઈંધણ અને દૂધમાં ભાવ વધારાથી લોકોમાં રોષની લાગણી, પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવવા લાગી લાંબી લાઈન

અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને દૂધના ભાવ વધારાથી લોકોમ

અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને દૂધના ભાવ વધારાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાવવધારાની અસર ટ્રાન્સપોર્ટેશન પર પડતા જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. સતત વધી રહેલી મોંઘવારીના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે અને સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી રહી છે. લાઠીના પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવવા માટે વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિના કારણે પેટ્રોલ-ડીઝલ મોંઘું અને અનિયમિત મળતા વાહનચાલકો પણ પરેશાન બન્યા છે.

આ સમાચાર શેર કરો