મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: લાઠી નજીક અકસ્માત બાદ મૃતદેહોને ટ્રેક્ટરમાં સ્મશાન સુધી પહોંચાડાયા, શબવાહિની ફાળવવા સ્થાનિકોની માગ

અમરેલીના લાઠી નજીક ખાનગી બસ અને અલ્ટો કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ એક અત્યંત કર

તસવીર: gstv

અમરેલીના લાઠી નજીક ખાનગી બસ અને અલ્ટો કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ એક અત્યંત કરુણ અને શરમજનક સ્થિતિ સામે આવી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણ વ્યક્તિઓના મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડવા માટે શબવાહિની ન મળતા, અંતે તેમને ટ્રેક્ટરમાં લઈ જવાની ફરજ પડી હતી. આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

લાઠીમાં અનેક ઉદ્યોગપતિઓ અને રાજકીય નેતાઓ હોવા છતાં અત્યાર સુધી અહીં એક પણ શબવાહિનીની સુવિધા ઉપલબ્ધ નથી. રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, લોકસભા સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય જનક તળાવીયાના મતવિસ્તારમાં આવી સુવિધાનો અભાવ તંત્રની નિષ્ફળતા દર્શાવે છે. હવે સ્થાનિકો દ્વારા વહેલી તકે લાઠીને શબવાહિની ફાળવવાની માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો