Video/ નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરે ભવ્ય સાકર વર્ષા ઉત્સવ, લાખો ભક્તોની ભીડ ઉમટી
ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરે આજે મહાસુદ પૂનિમના પાવન અવસ
ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરે આજે મહાસુદ પૂનિમના પાવન અવસરે પરંપરાગત સાકાર વર્ષા ઉત્સવ ભારે હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાયો હતો. આ અવસરે લાખો ભક્તો નડિયાદના સંતરામ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું.
સંતરામ સમાધિ સ્થાને છેલ્લા 195 વર્ષોથી ચાલતી સાકાર વર્ષાની પરંપરાને અખંડિત રાખતા દેશ-વિદેશમાંથી અનેક ભક્તો મંદિરે ઉપસ્થિત રહ્યા હતા. વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી.
આજના પાવન પ્રસંગે વર્તમાન મહંત પૂ. રામદાસજી મહારાજ દ્વારા દિવ્ય આરતી ઉતારવામાં આવી હતી. હજારો ભક્તોએ “જય મહારાજ”ના જયઘોષ સાથે મંદિર પરિસરને ગજવી નાખ્યો હતો. જયઘોષના નાદ વચ્ચે મંદિરના સેવકો દ્વારા સૂકા ટોપરા મિશ્રત સાકર વર્ષા કરવામાં આવી હતી.
ખીચોખીચ ભરાયેલા મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાપૂર્વક સાકાર ઝીલી હતી. નડિયાદમાં અવધૂત શ્રી સંતરામ મહારાજ પ્રત્યેની અતૂટ આસ્થાના પ્રતિકરૂપે આ સાકાર વર્ષા પર્વ ભક્તોએ અત્યંત ભાવભેર અને આનંદપૂર્વક ઉજવ્યું હતું.





