મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: આહીર સમાજની સંસ્કૃતિને ઉજાગર કરતા ગરબા, બહેનો પરંપરાગત પહેરવેશ સાથે લાખોના ઘરેણા પહેરી ગરબે ઘૂમી

મા આદ્યશકિતના પર્વમાં ભકિતનો રંગ જોવા મળી રહ્યો છે. નવરાત્રીના પર્વમાં દરે

 મા આદ્યશકિતના પર્વમાં ભકિતનો રંગ જોવા મળી રહ્યો છે. નવરાત્રીના પર્વમાં દરેક જ્ઞાતિ પોતાની પરંપરા મુજબ અને સંસ્કૃતિની ઓળખ આપતા રાસ રજૂ કરે છે. કામરેજના લસકાણામાં વસવાટ કરતા આહીર સમાજની સંસ્કૃતિને ઉજાગર કરતા ભાઈઓ અને બહેનોના ગરબા જગ વિખ્યાત છે. ત્યારે લસકાણામાં સાતમા નોરતે આહીર સમાજના એક હજારથી વધુ ભાઈ - બહેનોએ ગરબે ઘૂમી સૌ કોઇ મંત્રમુગ્ધ કર્યા હતા.

સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં નવરાત્રીના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ખેલૈયાઓ મોંઘીદાટ ફી ચૂકવી પાર્ટી. પ્લોટમાં ગરબા રમવા જઈ થયા છે.ત્યારે કામરેજના લસકાણા ગામ ખાતે આહીર સમાજની વાડીમાં સમાજના દીકરા દીકરીઓને  બહાર ઘરબે ઘૂમવા ન જવું પડે તે માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાતમા નોરતે એક હજાર જેટલા ભાઈઓ અને બહેનોએ પોતાના પરંપરાગત પહેરવેશ સાથે ઘરેણા પહેરીને એક સાથે ગરબા રમ્યા હતા.

સમાજની દીકરીઓ સુરક્ષિત વાતાવરણમાં ગરબે રમી શકે તે આહીર સમાજ દ્વારા છેલ્લા 25-30 વર્ષથી આયોજન કરવામાં આવે છે.તેમજ નવરાત્રીના નવ દિવસ માતાજી ની આરતી માટે રૂપિયાની પણ બોલી બોલવામાં આવે છે.જે બોલી 2.50 લાખ સુધી પહોંચી જાય છે. જે પણ રૂપિયા ભેગા થાય એ નવરાત્રીના આયોજનમાં ખર્ચ કરાય છે. દેખા દેખીના જમાના પણ આજે પણ કામરેજના લસકાણા ખાતે આહીર સમાજ પોતાની પરંપરા જાળવી રાખવા આ પ્રકારના આયોજન કરી રહ્યો છે.

આ સમાચાર શેર કરો