Video/ માંગરોળના મોટા બોરસરા GIDCમાં ભીષણ આગ
સુરતના Mangrol તાલુકાના મોટા બોરસરા GIDC વિસ્તારમાં આવેલી યાર્ન ડાઇંગ કરતી સ્વસ્તિક ફિલામેન્ટ કંપન
સુરતના Mangrol તાલુકાના મોટા બોરસરા GIDC વિસ્તારમાં આવેલી યાર્ન ડાઇંગ કરતી સ્વસ્તિક ફિલામેન્ટ કંપનીમાં અચાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગ લાગતાં કંપનીમાં રાખવામાં આવેલો માલસામાન નુકસાનગ્રસ્ત થયો હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે.
આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ભારે ધુમાડા અને આગની જ્વાળાઓને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાથમિક અંદાજ મુજબ કંપનીમાં રહેલા યાર્ન અને અન્ય કાચા માલને નુકસાન પહોંચ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. સદનસીબે, ઘટનામાં કોઈ જાનહાની થયાની માહિતી પ્રાપ્ત થઈ નથી.
હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે. સંબંધિત તંત્ર દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. વધુ વિગતો માટે રાહ જોવામાં આવી રહી છે.




