મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ માંગરોળમાં પ્લાયવુડના ગોડાઉનમાં ભીષણ આગ, 14 કલાકની જહેમત બાદ આવી કાબૂમાં

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મહુવેજ ગામે આવેલા યુનિવર્સલ વેરહાઉસિંગ નામન

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મહુવેજ ગામે આવેલા યુનિવર્સલ વેરહાઉસિંગ નામના પ્લાયવુડના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ આખરે 14 કલાકની ભારે જહેમત બાદ કાબૂમાં આવી છે. આ દુર્ઘટનાના કારણે ગોડાઉન માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે.

રાતભર પાણીનો મારો ચલાવાયો

પ્લાયવુડના જથ્થાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની અનેક ટીમો સતત કાર્યરત રહી હતી. કામરેજ, પાનોલી, સુમિલોન, અને પલસાણા સહિતની ફાયર ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રાતભર પાણીનો સતત મારો ચલાવ્યો હતો.

ગઈકાલે રાત્રે એકવાર આગ કાબૂમાં આવ્યા બાદ, વહેલી સવારે ફરી ભડકો થયો હતો, જેને કારણે ફાયર ટીમોને વધુ મહેનત કરવી પડી હતી અને કુલ 14 કલાક બાદ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી હતી.

ગોડાઉન માલિકને મોટું આર્થિક નુકસાન

આ ભીષણ આગમાં ગોડાઉનમાં રહેલો પ્લાયવુડનો જંગી જથ્થો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. જેના પરિણામે, ગોડાઉન માલિકને કરોડો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે. આગ કયા કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો