મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સાધુવાસવાણી રોડ પરની ધારેશ્વર ડેરીમાં આગ, અફરાતફરીનો માહોલ

રાજકોટના સાધુવાસવાણી રોડ વિસ્તારમાં આજે 15 ઓક્ટોબરના રોજ સવારના સમયે આગ લાગવાની ઘટના સામે આવ

રાજકોટના સાધુવાસવાણી રોડ વિસ્તારમાં આજે 15 ઓક્ટોબરના રોજ સવારના સમયે આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ વિસ્તારમાં આવેલી ધારેશ્વર ડેરીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. આગ બુઝાવવા માટે બે ફાયર ટીમો તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી.

સદનસીબે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ફાયર વિભાગની સમયસરની કામગીરીના કારણે આગ વધુ ફેલાય તે પહેલા જ તેના પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો