Rajkot news: ડુપ્લીકેટ જંતુનાશક દવાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, લાખોનો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત
ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યો છે. રાજકોટમાં ખેડૂતો માટે ચેતવણી રૂપ કિસ્સો સા

ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યો છે. રાજકોટમાં ખેડૂતો માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ ગ્રામ્ય SOG ટીમે ખેતરમાં ઉપયોગમાં લેવાતી ડુપ્લીકેટ જંતુનાશક દવાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝની ફેક્ટરીમાં દરોડા પાડી 7.80 લાખના ડુપ્લીકેટ જંતુનાશક દવાના જથ્થા સાથે અમરેલીના દર્શન જયેશ ગઢાદરાની ધરપકડ કરવામાં આવી છે.
લાખોના દવાના નકલી જથ્થા સાથે યુવાન ઝડપાયો
મળતા અહેવાલ અનુસાર યુનાઇટેડ ફોસ્ફરસ, સીજેન્ટા ઇન્ડિયા અને બાયર જેવી મોટી કંપનીના સ્ટીકર લગાવી ખેડૂતોને નકલી દવા વેચાતી હતી. દિલ્લીની નોઈડા કંપનીના અધિકારી પ્રેમ દયાળ શર્માએ માહિતી આપતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..


