મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ વલસાડના ઉમરસાડીમાં આવેલી કંપનીમાં વહેલી સવારે આગ, ફાયર ફાઇટર્સ આગ બુઝાવવામાં વ્યસ્ત

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલી એક કંપનીમાં વહેલી સવારે અચાનક આગ લા

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલી એક કંપનીમાં વહેલી સવારે અચાનક આગ લાગવાની ઘટનાથી દોડધામ મચી ગઈ હતી. આ ઘટના પારડીના ઉમરસાડી વાડી ફળિયામાં સ્થિત BN ઇન્ડસ્ટ્રીસના યુનિટ 2 માં બની છે. આ કંપની એલ્યુમિનિયમનો પાવડર બનાવતી હોવાનું જાણવા મળ્યું છે.

ફાયર ટીમ ઘટનાસ્થળે

વહેલી સવારે અચાનક કંપનીમાં આગ લાગતા કામદારો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા હાલમાં આગ પર કાબૂ મેળવવાના યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

આગ લાગવાનું કારણ અંકબંધ

આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી, કંપનીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ અંકબંધ છે. જોકે, આગ એલ્યુમિનિયમ પાવડર બનાવતી કંપનીમાં લાગી હોવાથી તેની ગંભીરતા વધુ છે. આગના કારણે થયેલા નુકસાન અંગેની વિગતો આગ પર કાબૂ મેળવ્યા બાદ જ જાણી શકાશે.

આ સમાચાર શેર કરો