Video/ સુરેન્દ્રનગરમાં તંત્રના પાપે અગરિયાઓ પાયમાલ, હવે ગાંધીનગર સુધી લડતના મંડાણ
સુરેન્દ્રનગર નવા વર્ષની શરૂઆતમાં જ આખું ભારત જ્યારે ઉત્સવ મનાવી રહ્યુ


સુરેન્દ્રનગર નવા વર્ષની શરૂઆતમાં જ આખું ભારત જ્યારે ઉત્સવ મનાવી રહ્યું છે, ત્યારે સુરેન્દ્રનગરના રણમાં મીઠું પકવતા હજારો અગરિયા પરિવારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રણના રક્ષક ગણાતા અગરિયાઓ આજે શિક્ષણ, આરોગ્ય અને પીવાના પાણી જેવી પાયાની જરૂરિયાતો માટે પણ વલખાં મારી રહ્યા છે.
તંત્રની બેદરકારી: રણ બની રહ્યું છે ‘સમુદ્ર’
નર્મદા વિભાગની ઘોર બેદરકારીને કારણે સુરેન્દ્રનગરનું રણ અત્યારે સમુદ્ર જેવું ભાસી રહ્યું છે. નર્મદા કેનાલના વધારાના પાણી રણમાં છોડવામાં આવતા, અગરિયાઓએ રાત-દિવસ એક કરીને બનાવેલા મીઠાના પાટા પર પાણી ફરી વળ્યા છે. આના કારણે અગરિયાઓની સીઝન નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે અને તેમનું આર્થિક અસ્તિત્વ જોખમમાં મુકાયું છે.
15 દિવસે મળે છે પીવાનું પાણી!
ડિજિટલ ઈન્ડિયાના યુગમાં પણ આ અગરિયાઓને 15-15 દિવસ સુધી પીવાના પાણીની રાહ જોવી પડે છે. રણમાં આરોગ્યની કોઈ સુવિધા નથી કે બાળકો માટે શિક્ષણની પૂરતી વ્યવસ્થા નથી. વર્ષો જૂના સર્વે સેટલમેન્ટના પ્રશ્નો હજુ પણ કાગળ પર જ અટવાયેલા છે.
નેતાઓ સામે આક્રોશ અને લડતની તૈયારી
ખેડૂત હિત રક્ષક સમિતિએ આક્ષેપ કર્યો છે કે, રાજકીય નેતાઓ માત્ર પોતાની સત્તા અને હેતુ સિદ્ધ કરવા માટે જ અગરિયાઓનો ઉપયોગ કરે છે. ચૂંટણી સમયે વાયદાઓ આપતા નેતાઓ રણની આ કપરી પરિસ્થિતિમાં અગરિયાઓની વહારે આવતા નથી.








