VIDEO: ધોરાજીમાં કડકડતી ઠંડીમાં આખી રાત વાહનોમાં સમય પસાર કરી રહ્યા છે ખેડૂતો, જાણો શું છે સમગ્ર મામલો
ગુજરાતના રાજકોટ જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં રાજકોટ જિલ્લાના ધો
ગુજરાતના રાજકોટ જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં રાજકોટ જિલ્લાના ધોરાજીમાં, સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર પર ખેડૂતોને કડકડતી ઠંડીમાં આખી રાત વાહનો સાથે લાઈનમાં ઊભા રહેવું પડે છે.પોતાનો વારો વહેલો આવે તે માટે ખેડૂતો અગાઉની રાતથી જ ગામડેથી આવી પહોંચે છે.
વેચાણ માટે પણ હાલાકી
પાક ઉગાડવામાં મહેનત બાદ હવે વેચાણ માટે પણ હાલાકી વેઠવી પડે છે. સૌથી મોટી મુશ્કેલી ચૂકવણીની છે. ખરીદીના નાણાં ક્યારેક 15 દિવસ તો ક્યારેક 2 મહિના પછી ખેડૂતોના ખાતામાં જમા થાય છે.ખેડૂતોની તાતી જરૂરિયાતો જેમ કે સંતાનની સ્કૂલ ફી અને અન્ય વ્યવહારમાટે, રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવની ખરીદીના નાણાં તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી પ્રબળ માંગ કરવામાં આવી રહી છે.


