મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Amreli: ટેકાના ભાવની ખરીદીમાં ભેદભાવના આક્ષેપો વચ્ચે ભમ્મર ખેડૂતોએ હોબાળો મચાવ્યો

અમરેલીના સાવરકુંડલા, બાબરા, બગસરા, રાજુલા અને ધારી ખાતે ટેકાના ભાવની મગફળી ખરીદી શરૂ થતા જ પ્

અમરેલીના સાવરકુંડલા, બાબરા, બગસરા, રાજુલા અને ધારી ખાતે ટેકાના ભાવની મગફળી ખરીદી શરૂ થતા જ પ્રથમ દિવસેજ ભમ્મર ગામના ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો ને 1 તારીખે રજિસ્ટ્રેશન કરાવેલ હોવા છતાં વ્હાલા દવલાની નિતિ અખત્યાર કરીને બીજી તારીખ વાળા જાણીતા પોતીકા ખેડૂતોને બોલાવ્યા હોવાથી ભમ્મરના ખેડૂતોએ હોબાળો કર્યો હતો. સાવરકુંડલા ખાતે ટેકાના ભાવની મગફળી કેન્દ્ર પર ધારાસભ્ય મહેશ કસવાળાની ઉપસ્થિતિ વચ્ચે દીપ પ્રગટ્ય કરીને નાળિયેર વધેરીને કર્યું ટેકાના ભાવનું શુભ મુહર્ત કરવામાં આવ્યું હતું ને પ્રથમ ગ્રાહે મક્ષિકા જેવો ઘાટ ઘડાયો હતો જ્યારે 1 તારીખે રજિસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને ન બોલાવતા ભમ્મર ગામના ખેડૂતોએ જીભાજોડી કરી હતી ને પ્રથમ તારીખે જ રજીસ્ટ્રેશન થયું હોવા છતાં મળતિયા ખેડૂતોને બોલાવ્યા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો 

સાવરકુંડલા ખાતે ગુજકોમાસોલ દ્વારા ખરીદી પ્રારંભમાં ટેકાના ભાવના ઉદ્ઘાટનમાં ભમ્મર ગામના ખેડૂતોએ ગુજકોમાસોલના ડાયરેક્ટર દીપક માલાણી સાથે કરી જીભાજોડી કરી હતી જ્યારે અમરેલી જીલ્લા ખેતીવાડી અધિકારી જે.કે.કાનાણીને પણ ખેડૂતોએ રજૂઆત કરી હતી ને ધારાસભ્ય મહેશ કસવાળાને પણ ખેડૂતોએ આ મુદ્દે રજૂઆત કરી હતી.

નોંધનીય છે કે, અમરેલી જિલ્લામાં કુલ 13 સેન્ટરો માંથી 5 સેન્ટર પર ટેકાના ભાવની મગફળી ખરીદી શરૂ થઈ છે ને પ્રથમ દિવસેજ ખેડૂતોએ હોબાળો કર્યો હતો ત્યારે જીલ્લા ખેતીવાડી અધિકારીએ સેન્ટર પર મુલાકાત કરીને મગફળી ખરીદી સેન્ટર પર ખેડૂતોને મુશ્કેલીઓ ન પડે તેવી તકેદારી રાખવાની લાગણીઓ વ્યક્ત કરી હતી 

આ સમાચાર શેર કરો