મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખેડા જિલ્લાના નવા તાલુકા ફાગવેલના વિવાદનો અંત: ફાગવેલ જ તાલુકાનું મુખ્ય મથક બન્યું

VIDEO: ખેડા જિલ્લાના લોકોને ખુશી અને રાહતના

VIDEO:  ખેડા જિલ્લાના લોકોને ખુશી અને રાહતના સમાચાર મળ્યા હતા. જેમાં આ જિલ્લાને એક નવો તાલુકો મળ્યો છે. જેનું નામ છે ફાગવેલ. જો કે, ફાગવેલ તાલુકો તો મળ્યો પણ ફાગવેલને જ વડુમથક બનાવવામાં ન આવતા વિવાદ થયો હતો. સ્થાનિકો દ્વારા ફાગવેલમાં જ મામલતદાર અને તાલુકા કચેરી બનાવવાની માંગ કરવામાં આવી રહી હતી. અને પછી આજે ફાગવેલને જ તાલુકાનું મુખ્ય મથક બનાવવાની જાહેરાત થઈ ચૂકી છે.

મુખ્ય મથકને લઈને ઉભો થયો હતો વિવાદ 

નવો તાલુકો બન્યા પછી ફાગવેલના સ્થાનિકો અને ફાગવેલ સાથે જોડાયેલી સંસ્થા અને અગ્રણીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કેમ કે તેમના અનુસાર ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક પણ ફાગવેલ જ બનવું જોઈએ. પછી ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આગેવાનોની બેઠક પણ યોજાઈ હતી. 

વિવાદનો અંત: ફાગવેલ જ તાલુકાનું મુખ્ય મથક બન્યું

આજે સવારથી ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, પંચમહાલના સાંસદ રાજપાલ જાદવ અને ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ સહિત ધારાસભ્ય માનસિંહ  ચૌહાણ અને રાજેશ ઝાલા ફાગવેલ પહોંચ્યા હતા. પછી તેમની હાજરીને લઈને મુખ્ય મથકના વિવાદનો અંત આવી ગયો. ફાગવેલને જ આ તાલુકાનું મુખ્ય મથક બનાવવાની જાહેરાત પણ થઈ હતી. જેને લઈ સ્થાનિકોનો વિરોધ પણ શાંત થઈ ગયો હતો.

આ સમાચાર શેર કરો