મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દાંતા ન્યાય મંદિરમાં આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનો પ્રારંભ

બનાસકાંઠાના દાંતા ખાતે આવેલા ન્યાય મંદિરમાં આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનો પ્રારંભ ક

બનાસકાંઠાના દાંતા ખાતે આવેલા ન્યાય મંદિરમાં આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અવસરે યોજાયેલા કાર્યક્રમમાં ન્યાયતંત્ર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દાંતા પ્રિન્સિપાલ સિવિલ કોર્ટમાં શરૂ કરાયેલી આ સુવિધાથી વકીલો, પક્ષકારો અને કોર્ટ સ્ટાફને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી શકશે. કાર્યક્રમમાં પાલનપુર પ્રિન્સિપલ કોર્ટના ન્યાયાધીશ અમિત કાનાણી પણ હાજર રહ્યા હતા. દાંતા પ્રિન્સિપાલ સિવિલ કોર્ટના ન્યાયાધીશ, સરકારી વકીલ તેમજ મોટી સંખ્યામાં વકીલો જોડાયા હતા. THO સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજથી આ આરોગ્ય સેવા સત્તાવાર રીતે કાર્યરત બની છે.

આ સમાચાર શેર કરો