VIDEO: મહેસાણાના પૂર્વ વિસ્તારના ગામોમાંથી ચૂંટણી બહિષ્કારના લાગ્યા બેનર, ખેડૂતોમાં જમીનો જવાના ડરથી રોષ
મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ થયેલા ગામોમાં એક


મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ થયેલા ગામોમાં એક પછી એક ગામમાં વિરોધનો સુર ઉઠ્યો છે. મહેસાણા પૂર્વ વિસ્તારના ગામોમાંથી રીંગ રોડ,ભારત માલા હાઇવે અને અન્ય રસ્તાઓની સાથે ઇન્ડસ્ટ્રીયલ ઝોન માં ખેડૂતોની મહામૂલી જમીનો જઈ રહી છે.
ચૂંટણીમાં રાજકીય ગરમાવો આવી ગયો
ગઈકાલે તાવડીયા ગામમાં મનપાની ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા બાદ હવે ઉચરપી ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગતા મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો આવી ગયો છે.
ખેડૂતોમાં જમીનો જવાના ડરથી રોષ
ઉચરપી ગામ વિસ્તારમાં પાંચ જેટલા મોટા હાઇવે રોડ અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન થી પશુપાલન અને ખેતી ઉપર નિર્ભર ઉચરપી ગામના ખેડૂતોમાં જમીનો જવાના ડર થી રોષ ફાટી નીકળ્યો છે.આથી ઉચરપી ગામ માં કોઈ પણ રાજકીય પક્ષે પ્રચાર કરવા પ્રવેશ કરવો નહીં ના બેનરો લગાવી ચૂંટણી બહિષ્કાર કર્યો છે.




