VIDEO: Mehsana / એશિયાના સૌથી મોટા ગણાતા ઊંઝા માર્કેટયાર્ડમાં જણસીની મબલખ આવક જોવા મળી
એશિયાના સૌથી મોટા ગણાતા અને મસાલાના હબ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત ઊંઝા માર્કે
એશિયાના સૌથી મોટા ગણાતા અને મસાલાના હબ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત ઊંઝા માર્કેટયાર્ડમાં હાલ જણસીઓની બમ્પર આવક જોવા મળી રહી છે. ચાલુ સીઝન દરમિયાન જીરાની આવકે તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. માર્કેટયાર્ડમાં જીરાની 65,000થી વધુ બોરીની ઐતિહાસિક આવક નોંધાઈ છે.
માત્ર જીરું જ નહીં, પરંતુ વરિયાળીના બજારમાં પણ ધૂમ આવક જોવા મળી રહી છે. ઊંઝા યાર્ડમાં અંદાજે 20,000 બોરી વરિયાળી વેચાણ માટે આવી છે. જીરું, વરિયાળી અને ઇસબગુલની આ મબલખ આવકને પગલે ઊંઝા માર્કેટયાર્ડ સંપૂર્ણપણે છલકાયું છે. ઊંઝા માર્કેટયાર્ડમાં મળતા સારા ભાવો અને સુદ્રઢ વ્યવસ્થાનો લાભ લેવા માટે માત્ર ગુજરાતના જ નહીં, પરંતુ પડોશી રાજ્ય રાજસ્થાનથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો માલ લઈને ઉમટી પડ્યા છે. જણસીઓની ભીડને જોતા યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતોમાં ભારે ઉત્સાહનો માહોલ સર્જાયો છે.

