મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાતમાં બેવડી ઋતુનો માર: 13 ફેબ્રુઆરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

VIDEO:&nbs

તસવીર: GSTV

VIDEO: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી શિયાળો વિદાય લઈ રહ્યો હોય અને ઉનાળો દસ્તક આપી રહ્યો હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યના વાતાવરણને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાન મોટાભાગે યથાવત્ રહેશે, પરંતુ એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને પવનની દિશા 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 13 ફેબ્રુઆરીથી ઉત્તર ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે. આ સિસ્ટમની અસરના ભાગરૂપે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. હાલમાં રાજ્યમાં ઉત્તર-પૂર્વ અને પશ્ચિમ દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. પવનની આ દિશા બદલાતા તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો નજીવો ફેરફાર થવાની શક્યતા છે.

બેવડી ઋતુનો અનુભવ 
રાજ્યમાં અત્યારે વિચિત્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. બપોરના સમયે ઉનાળા જેવી આકરી ગરમીનો અનુભવ થાય છે, જ્યારે મોડી રાત્રે અને વહેલી સવારે હજુ પણ ઠંડીનો ચમકારો વર્તાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં પણ આ 'મિક્સ સિઝન' ચાલુ રહેશે. વાદળછાયા વાતાવરણને કારણે બપોરે બફારો વધી શકે છે.

આરોગ્ય માટે જોખમ

હવામાન વિભાગે ચેતવણી આપી છે કે રાત્રિના સમયે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાથી મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ શકે છે. ખાસ કરીને 'ડૅન્ગ્યૂ' અને વાયરલ ફીવરના કેસો વધવાની આશંકા છે. મિશ્ર ઋતુને કારણે લોકોને સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો