Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Sarla Maheshwari: Sarla Maheshwari, a famous news anchor of Doordarshan in the 80s-90s, passes away at the age of 71

Sarla Maheshwari: દૂરદર્શનની 80-90ના દાયકાની જાણીતી ન્યૂઝ એન્કર સરલા માહેશ્વરીનું 71 વર્ષની વયે નિધન

Timeછેલ્લું અપડેટ : 12 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Sarla Maheshwari: દૂરદર્શનની 80-90ના દાયકાની જાણીતી ન્યૂઝ એન્કર સરલા માહેશ્વરીનું 71 વર્ષની વયે નિધન
સોર્સ : GSTV

Sarla Maheshwari: દૂરદર્શનની પોપ્યુલર ન્યૂઝ રીડર સરલા માહેશ્વરીની 71 વર્ષની વયે નિધન થયું છે. તેઓના નિધનથી ટીવી પત્રકારત્વના એક ગોલ્ડન એરાનો અંત થયો છે. આ અંગે ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસે ટવિટ કરીને તેમને યાદ કર્યા. સરલા માહેશ્વરી ન્યૂઝ એન્કરની વિશ્વનીયતા અને શાલીનતા આગામી પેઢીઓને હંમેશા પ્રેરણા આપશે. સરલા માહેશ્વરીના પરિવારે એક પોસ્ટથી અંતિમ સંસ્કારની જાણકારી આપી હતી. આ અનુસાર, 12 ફેબ્રુઆરીએ એટલે કે, આજે સાંજે 4 વાગ્યે દિલ્હીના નિગમ બોધ ઘાટ પર કરવામાં આવ્યા હતાં.

App Store

જાણીતા પીઢ એન્કર શમ્મી નારંગે શોક દર્શાવ્યો
દૂરદર્શનના જાણીતા અને પીઢ ન્યૂઝ એન્કર શમ્મી નારંગે પણ સરલા માહેશ્વરીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમને લખ્યું કે, .'દૂરદર્શનમાં મારી પૂર્વ ન્યૂઝ એન્કર સરલા માહેશ્વરીના નિધનના દુખદ ખબર મને ખૂબ પીડા આપી રહ્યા છે. તેઓ શાલીનતા અને વિનમ્રતાની સાક્ષાત મૂર્તિ હતી. સરલા માહેશ્વરી દેખાવમાં સુંદર હતાં અને સ્વભાવે પણ ખૂબ ઉદાર હતા. ભાષા પર સારી એવી પકડ હતી. તેઓ જ્ઞાનના ભંડાર હતા. દૂરદર્શનના પડદે તેઓની હાજરી એક જોરદાર આકર્ષણ હતું. તેઓ તમામનું સન્માન કરતા અને જે પણ વાતાવરણ હોય તેઓ તેને જીવંત બનાવી દેતા. હું પ્રાર્થના કરું છે કે, ઈશ્વર તેઓની આત્માને શાશ્વત શાંતિ પ્રદાન કરે. અને માહેશ્વરી પરિવારને શક્તિ આપે. ઓમ શાંતિ.'

દૂરદર્શનનો સુવર્ણ યુગ
સરલા માહેશ્વરી તેઓની પોતાની આગવી સ્ટાઈલ માટે હંમેશા યાદ કરવામાં આવશે. તેઓનો અવાજ અને ખબર વાંચવાની સ્ટાઈલમાં જુદા જ પ્રકારની શાંતિ અને ભરોસો હતો. જે દર્શકોને પોતાની તરફ ખેંચી લેતા હતો. સરલાએ એ સમયગાળાને સમાચાર વાંચવાનો એક સંસ્કારી અને સન્માનિત ઓળખ અપાવી હતી. એ સમયગાળો હતો જ્યારે ન્યૂઝ એન્કર જ સમાચારનો ભરોસો હતો.