Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Stock Market Crash: Heavy selling in IT stocks, Sensex falls 557 points, Nifty closes at 25807

Stock Market Crash: IT શેરોમાં ભારે વેચવાલી, સેન્સેક્સ 557 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25807 પર બંધ

Timeછેલ્લું અપડેટ : 12 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Stock Market Crash: IT શેરોમાં ભારે વેચવાલી, સેન્સેક્સ 557 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 25807 પર બંધ
સોર્સ : GSTV

Stock Market Crash: ગુરુવારે (12 ફેબ્રુઆરી) વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજારો નીચા સ્તરે બંધ થયા, જેના કારણે ત્રણ દિવસનો વિજયી સિલસિલો તૂટી ગયો. એઆઈ ડિસક્રીપ્શનના ડરથી ભારતીય આઇટી કંપનીઓના શેરોમાં ભારે વેચવાલીના પગલે શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેંકના શેરમાં ઘટાડાએ પણ બજારને નીચે ખેંચ્યું.

App Store

30 શેરોવાળો બીએસઈ સેન્સેક્સ 83,968 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો અને દિવસ દરમિયાન ૮8,516 પોઈન્ટ પર બંધ થયો, જે 558.72 પોઈન્ટ અથવા 0.66 ટકા ઘટીને 83,674.92 પોઈન્ટ પર બંધ થયો.

તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ પર નિફ્ટી 50 25,906 પર ખુલ્યો અને સમગ્ર સત્ર દરમિયાન તે સ્તરથી નીચે રહ્યો, અંતે 146.65 પોઈન્ટ અથવા 0.57 ટકા ઘટીને 25,807 પર બંધ થયો.

જિયોજીત ઈન્વેસ્ટમેન્ટના રીસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંબંધિત વધી રહેલી ચિંતાઓ અને અમેરિકામાં મજબૂત રોજગારીના આંકડા અને ઓછા બેરોજગારી દરના કારણે ત્યાં વ્યાજ દરોમાં કાપની આશાએ આઇટી ઈન્ડેક્સમાં ઝડપી ઘટાડો નોંધાયો હતો. આનાથી રોકાણકારોનો વિશ્વાસ નબળો પડ્યો છે. વૈશ્વિક સ્તરે, કૃત્રિમ બુદ્ધિ બજારની ગતિશીલતા બદલી રહી છે. આનાથી સેવાઓ આધારિત ક્ષેત્રોમાં નફો ઘટી રહ્યો છે અને કેટલીક મોટી કંપનીઓમાં અસ્થિરતા વધી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં આ ટેકનિકલ બદલાવના કારણે આઈટી સેવાઓનું આખું માળખું બદલાઈ જશે. "કામ પૂર્ણ કરવાની ગતિ ઝડપી બનશે, અને પુનરાવર્તિત કાર્યો મોટા પાયે ઓટોમેટિક થવા લાગશે. આ પરંપરાગત કર્મચારી-આધારિત આઉટસોર્સિંગ મોડેલને પડકાર આપી શકે છે."

તેમણે કહ્યું, "આઇટી ક્ષેત્રમાં નબળા વાતાવરણ અને અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવને ધ્યાનમાં રાખીને, રોકાણકારો ટૂંકા ગાળામાં સાવચેતીભર્યું વલણ અપનાવી શકે છે."

ટોપ લૂઝર્સ અને ગેઇનર્સ
સેન્સેક્સની કંપનીઓમાં ટેક મહીન્દ્રા, ઈન્ફોસિસ, ટીસીએસ અને એચસીએલ ટેકમાં ઝડપી વેચવાલી નીકળતા શેરો ઘટ્યા હતાં. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ મુખ્ય ઘટાડામાં સામેલ હતા. દરમિયાન, બજાજ ફાઈનાન્સ આઈસીઆઈસીઆઈ બેંક, ભારત ઈલેક્ટ્રોનિક્સ અને ટ્રેન્ટ બજારની નબળાઈ હોવા છતાં વધારા સાથે બંધ થયા અને દિવસના સૌથી વધુ ફાયદામાં રહ્યા. ક્ષેત્રીય મોરચે, નિફ્ટી આઇટી ઈન્ડેક્સ દિવસનો સૌથી નબળો દેખાવ કરનારો સૂચકાંક હતો, જેમાં 5.51 ટકાનો ઘટાડો થયો હતો. નિફ્ટી રિયલ્ટી 1.45 ટકા અને નિફ્ટી ઓઇલ એન્ડ ગૅસ 1.19 ટકા ઘટ્યો હતો. નબળાઈ વચ્ચે નિફ્ટી ફાઈનાન્શિયલ સર્વિસિસ ઈન્ડેક્સ 0.38 ટકા વધ્યો. આ નબળાઈ વ્યાપક બજારોમાં પણ પ્રતિબિંબિત થઈ. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 0.47 ટકા ઘટીને બંધ થયો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ ઈન્ડેક્સ 0.64 ટકા ઘટ્યો.

આ સમયગાળા દરમિયાન રોકાણકારોએ એક જ સત્રમાં રૂપિયા 3 લાખ કરોડ ગુમાવ્યા. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ પાછલા સત્રમાં રૂપિયા 475 લાખ કરોડથી ઘટીને રૂપિયા 472 લાખ કરોડ થયું.