Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Massive fire in Vastrapur, Ahmedabad, 100 people rescued safely, know what is the situation

Ahmedabad news: અમદાવાદના વસ્ત્રાપુરમાં ભીષણ આગ, 100 લોકોનું સુરક્ષિત રૅસ્ક્યૂ, જાણો શું છે સ્થિતિ

Timeછેલ્લું અપડેટ : 12 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: અમદાવાદના વસ્ત્રાપુરમાં ભીષણ આગ, 100 લોકોનું સુરક્ષિત રૅસ્ક્યૂ, જાણો શું છે સ્થિતિ
સોર્સ : AI Image

Ahmedabad news: અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તાર એવા વસ્ત્રાપુરમાં આવેલી પ્રખ્યાત ITC નર્મદા હોટલની બાજુમાં સ્થિત 'શિવાલિક' બિલ્ડિંગમાં આજે બપોરે અચાનક આગ લાગતા ભયનો માહોલ સર્જાયો હતો. આ બિલ્ડિંગ કોમર્શિયલ હોવાથી આગ લાગી ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. આગના ધૂમાડાના ગોટેગોટા બિલ્ડિંગના 8મા અને 9મા માળે પ્રસરી જતા ત્યાં કામ કરતા અનેક લોકો ફસાઈ ગયા હતા.

App Store

રૅસ્ક્યૂ ઓપરેશન અને ફાયર વિભાગની કામગીરી 
આગ અંગેની ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયર વિભાગની 8થી 10 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી બિલ્ડિંગના ઉપરના માળે ફસાયેલા લોકો સુધી પહોંચવાની કામગીરી શરૂ કરી હતી. અત્યાર સુધીમાં ફાયર બ્રિગેડ દ્વારા અંદાજે 100 જેટલા લોકોનું સુરક્ષિત રીતે રૅસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

અફરાતફરીનો માહોલ 
આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે બિલ્ડિંગમાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે અને હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત હતા કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાય છે.

આગ લાગવાનું કારણ શું?
હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

શહેરમાં ફરી એકવાર ફાયર સેફ્ટી પર પ્રશ્ન
આ ઘટનાએ શહેરની ઊંચી ઇમારતોમાં ફાયર સેફ્ટી વ્યવસ્થાઓ અંગે ફરી એકવાર પ્રશ્નો ઉભા કર્યા છે. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં આવી આગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓ દ્વારા સખત ચકાસણી કરવાની માંગ ઉઠી રહી છે.