Gold-Silver Rate Today: સોના-ચાંદીના ભાવમાં તોફાની તેજી: ચાંદીમાં રોકેટ જેવી રફ્તાર, જાણો 11 ફેબ્રુઆરીના લેટેસ્ટ ભાવ

Gold-Silver Rate Today: ગ્લોબલ માર્કેટમાં જોવા મળી રહેલી વધ-ઘટ વચ્ચે ભારતીય કોમોડિટી માર્કેટ (MCX) પર આજે સોના અને ચાંદીની કિંમતોમાં ફરી તેજી જોવા મળી રહી છે. ગઈકાલે સોના-ચાંદીના ભાવમાં જે મોટો કડાકો જોવા મળ્યો હતો, તેનાથી વિપરીત આજે 11 ફેબ્રુઆરીના રોજ બજારમાં ફરી રોનક પરત ફરી છે. ખાસ કરીને ચાંદીમાં રોકેટ જેવી તેજી જોવા મળી રહી છે.
રેકોર્ડ હાઈથી કેટલા ઘટ્યા ભાવ?
નોંધનીય છે કે, ગત 29 જાન્યુઆરીએ સોનાએ રૂપિયા 1,83,000 અને ચાંદીએ રૂપિયા 4,20,000નો ઓલ ટાઈમ હાઈ (All Time High) બનાવ્યો હતો. જેની સરખામણીએ આજે MCX પર ચાંદી તેના રેકોર્ડ હાઈથી આશરે રૂપિયા 1.60 લાખ નીચે ટ્રેડ થઈ રહી છે, જ્યારે સોનું પણ રૂપિયા 25,000ના ઘટાડા સાથે રૂપિયા 1.59 લાખની આસપાસ જોવા મળી રહ્યું છે.
તેજી પાછળનું કારણ શું?
બજારના નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલરની નબળાઈ અને અમેરિકાના નબળા આર્થિક આંકડાઓને કારણે રોકાણકારો ફરી એકવાર સુરક્ષિત ગણાતા સોના-ચાંદીના રોકાણ તરફ વળ્યા છે. જેને કારણે કિંમતોમાં આ રિકવરી જોવા મળી રહી છે. જો તમે આજે ઘરેણાં બનાવવાનું કે રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ, તો બજારની આ પળેપળની હિલચાલ પર નજર રાખવી મહત્ત્વની છે.

