મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: કાલુપુર મંદિર પાસે  જર્જરિત મકાન ધરાશાયી, AMC દ્વારા મકાન ઉતારી લેવા અપાઈ હતી નોટિસ

અમદાવાદના કાલુપુર મંદિર પાસે આવેલું એક જર્જરિત મકાન ધરાશાયી થયું છે, જોકે મકાન બંધ હોવાથી સદ્નસીબ

અમદાવાદના કાલુપુર મંદિર પાસે આવેલું એક જર્જરિત મકાન ધરાશાયી થયું છે, જોકે મકાન બંધ હોવાથી સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી. આ ઘટના સાંકડા અને ટ્રાફિકવાળા રસ્તા પર બની, જેના કારણે સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો ખસી જતા આબાદ બચાવ થયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ મકાનને લઈને ત્રણથી ચાર વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં, મકાન માલિકે રિપેરિંગ કે ડિમોલિશનની કોઈ કામગીરી હાથ ધરી ન હતી.

સ્થાનિક લોકો અને નજરે જોનારાઓએ આ ઘટના પર રોષ વ્યક્ત કર્યો છે, કારણ કે વારંવાર નોટિસો છતાં મકાન માલિકે કોઈ પગલાં લીધા ન હતા. આવા જર્જરિત મકાનોને કારણે વિસ્તારમાં જોખમ વધી રહ્યું છે. સ્થાનિકોએ જણાવ્યું કે આગામી દિવસોમાં આવા બેજવાબદાર મકાન માલિકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે કમિશનરને રજૂઆત કરવામાં આવશે. 

આ સમાચાર શેર કરો