Video: માંગરોળમાં જર્જરિત મકાન ધરાશાયી, બે બાઇકસવારોના મોત
માંગરોળના ચા બજારમાં એક જુનું મકાન અચાનક ધરાશાયી થતાં ત્યાંથી પસાર થતા બે બાઇકસવારો મકાનના કાટમાળ
માંગરોળના ચા બજારમાં એક જુનું મકાન અચાનક ધરાશાયી થતાં ત્યાંથી પસાર થતા બે બાઇકસવારો મકાનના કાટમાળ નીચે દટાઇ ગયા હતા, જેમને તાત્કાલિક બહાર કાઢી ૧૦૮ દ્વારા માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના ડોક્ટર દ્વારા મૃત જાહેર કરાયા હતા.
ઇમારત પત્તાના મહેલની માફક થઈ ધરાશાયી
જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં ચા બજારમાં એક જુનું મકાન ધરાશાયી થતાં બે રાહદારીઓના મોત બાદ આસિસ્ટન્ટ કલેકટર વંદના માણીએ જણાવ્યું હતું કે આ મકાન માલીકને બે નોટીસ ફટકારી હતી. જ્યારે અધિકારીને આ અંગે સવાલ કરાયો કે હજુ પણ આવી કેટલી જર્જરિત ઇમારતો છે ત્યારે તેઓએ જણાવ્યું હતું કે આઠ દિવસમાં કાર્યવાહી થશે, પણ પ્રશ્ન એ થાય છે કે બે બાઇકચાલકોના મોતનો જવાબદાર કોણ? આ બાબતે એક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યું હતું કે આ ઇમારત પત્તાના મહેલની માફક ધરાશાયી થઇ હતી.




