મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: છોડવાની ગામે માધ્યમિક શાળાનું 100% પરિણામ છતાં મકાનની અછત, બાળકોને અભ્યાસમાં મુશ્કેલી

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના છોડવાની ગામે માધ્યમિક શાળાનું મકાન ન હોવાના કારણે

 છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના છોડવાની ગામે માધ્યમિક શાળાનું મકાન ન હોવાના કારણે હાલ માધ્યમિક શાળા ગ્રામ પંચાયતના મકાનમાં ચાલી રહી છે.

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલ છોડવાની ગામે સરકારી માધ્યમિક શાળા આવેલી છે. આ માધ્યમિક શાળા વર્ષ 2017થી કાર્યરત છે. અને 2017થી પોતાનું મકાન નથી. અને હાલ માધ્યમિક શાળા છોડવાની પંચાયત ઘરના મકાનમાં ચાલે છે. સતત ત્રણ વર્ષથી માધ્યમિક શાળાનું ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ આવે છે. ગ્રામ પંચાયત ખાતે અરજદારો આવતા હોય ત્યારે બાળકોને અભ્યાસ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માધ્યમિક શાળામાં ધોરણ નવ અને 10ના 45થી વધુ બાળકો અભ્યાસ કરે છે.

ઇન્ટરનેટ કનેક્ટિવિટી ન હોવાના કારણે લાખોના ખર્ચો કરીને આપવામાં આવેલી સ્માર્ટ ટીવી પણ ચાલતી નથી. અને બાળકોને અભ્યાસમાં નાની જગ્યા હોવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી તકે માધ્યમિક શાળાનું મકાન બનાવવા માટે ગામજનો અને શિક્ષકોની માંગ છે.

આ સમાચાર શેર કરો