મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Chhota Udaipur: ડુંગરવાંટ બ્રિજ પર ગાબડું, તંત્રએ આપ્યું હતું ડાયવર્ઝન

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર વિસ્તારમાં આવેલા ડુંગરવાંટ બ્રિજ પર ગાબડું પડવાની ઘટના સામે આવી છે.

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર વિસ્તારમાં આવેલા ડુંગરવાંટ બ્રિજ પર ગાબડું પડવાની ઘટના સામે આવી છે. આ બ્રિજ પર ભુવો પડતાં વાહનવ્યવહારને અસર થઈ છે. ડુંગરવાંટ બ્રિજ ઉપર તંત્રએ ડાયવર્ઝન આપ્યું હતું. જે હવે બંધ કરી દેવામાં આવ્યું છે. 

આ ઘટનાને કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા બ્રિજની તપાસ અને સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઘટના રાજ્યમાં બ્રિજની જાળવણી અને સલામતીના મુદ્દે ચિંતા ઉભી કરે છે

આ સમાચાર શેર કરો