Video: નસવાડી-દેવલીયા રોડ પર મરણતોલ ખાડા, હજારો વાહનચાલકો હેરાન
નેશનલ હાઈવે-56 (NH-56)ના નસવાડીથી દેવલીયા રોડ પર મરણતોલ ખાડાઓને કારણે હ
વાહન ચાલકો ને 10 કિલોમીટર નો રસ્તો કાપતા ખાડાઓના કારણે અડધો થી પોણો કલાક નીકળી જાય છે કેટલાક વાહન ચાલકો ખાડામાં પટકાતા વાહનોને નુકસાન થયું છે જ્યારે ચૂંટાયેલી પાંખના નેતાઓ આ રસ્તા ઉપર થી પસાર થાય છે ત્યારે તેઓ પણ ખાડા પુરવા માટે કોઈ રજૂઆત કરતા નથી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ ખાડા વાળા રસ્તા થી હેરાન પરેશાન થઈ ગયા છે
જ્યારે વાહન ચાલકો પાસે કરોડો રૂપિયા રોડ ટેક્સ વસૂલવામાં આવે છે. સરકાર જીએસટીના નામે કરોડો રૂપિયા વસૂલે છે ત્યારે સરકારે પ્રજાના હિત માટે કામગીરી કરવી જોઈએ પરંતુ અધિકારીઓને પ્રજાની કાઈ પડી ના હોય તે રીતના કામગીરી કરી કરતા નથી
મુખ્યમંત્રીએ રોડના ખાડા પુરવા માટે અનેક વાર નેશનલ હાઈવે વિભાગ અને સ્ટેટ આર એન્ડ બી વિભાગના અધિકારીઓને સૂચના આપી છે પરંતુ મુખ્યમંત્રીની સૂચનાનું પણ પાલન અધિકારીઓ નથી કરતા તેનો આ વરવો નમૂનો છે




