Video: વાપી નેશનલ હાઇવે પર 'જોખમી સવારી', વ્યક્તિએ રિક્ષાની પાછળ લટકીને મુસાફરી કરી
વાપી નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર બનેલી એક અત્યંત જોખમી ઘટનાનો વીડિયો સોશ
વાપી નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર બનેલી એક અત્યંત જોખમી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ જીવના જોખમે રિક્ષાની પાછળ લટકીને મુસાફરી કરતો જોવા મળે છે.
વાયરલ વીડિયોએ ચિંતા જગાવી
આ ઘટના નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર બની હતી. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, એક વ્યક્તિ અસુરક્ષિત રીતે દોડતી રિક્ષાની પાછળના ભાગે લટકીને મુસાફરી કરી રહ્યો છે. આ પ્રકારની જોખમી સવારી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન તો છે જ, પરંતુ તે પોતાનો અને અન્ય માર્ગ યુઝર્સનો જીવ પણ જોખમમાં મૂકે છે.
આ જોખમી કૃત્યનો વીડિયો વાયરલ થતાં ટ્રાફિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. તંત્ર દ્વારા આ પ્રકારની જોખમી અને ગેરકાયદેસર મુસાફરી કરતા લોકો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગણી નાગરિકો કરી રહ્યા છે.





