Video: મગદલ્લા જેટી નજીક મધદરિયે વેસલ્સમાંથી કોલસો ખાલી કરતી ક્રેન તૂટી
સુરતમાં મગદલ્લા જેટી તરફ મધદરિયામાં એક મોટી અને ગંભીર દુર્ઘટના સામે આવી છે, જેમાં એક ક્ર
સુરતમાં મગદલ્લા જેટી તરફ મધદરિયામાં એક મોટી અને ગંભીર દુર્ઘટના સામે આવી છે, જેમાં એક ક્રેન તૂટી પડી છે. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટના શ્રીજી શિપિંગના વેસલ્સ (જહાજ)માંથી કોલસો ખાલી કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે બની હતી. આ કામગીરી માટે ઉપયોગમાં લેવાતી ક્રેન અચાનક તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી.
ક્રેન તૂટી પડવાની આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ગુજરાત મેરીટાઈમ બોર્ડ (GMB) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટના કયા કારણોસર બની અને મોટી નુકસાની થઈ છે કે કેમ, તે અંગેની વિગતો તપાસ બાદ જ સ્પષ્ટ થશે.






