મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: તાલાલા વોર્ડ નંબર-5માં કોન્ટ્રાક્ટરનું ગજબનું કારસ્તાન: રોડ વચ્ચે વીજપોલ છતાં કામ પૂરું કર્યું, અકસ્માતની ભીતિ

VIDEO: ગીર સોમનાથ જિ

તસવીર: GSTV

VIDEO: ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાંથી તંત્રની ગંભીર બેદરકારીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તાલાલા નગરપાલિકાના વોર્ડ નંબર-૫ માં કોન્ટ્રાક્ટર દ્વારા વિકાસના કામોમાં કેવી લોલમલોલ ચલાવવામાં આવે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ જોવા મળ્યું છે. અહીં એક રોડ બનાવતી વખતે વચ્ચે આવતા વીજળીના થાંભલાને ખસેડવાની તસ્દી લીધા વગર જ તેની આસપાસ સિમેન્ટનો રોડ બનાવી દેવામાં આવ્યો છે.

અકસ્માતને ખુલ્લું આમંત્રણ 
સ્થાનિક વોર્ડ નંબર5માં બનેલા આ નવા સિમેન્ટ રોડની વચ્ચોવચ વીજપોલ ઊભો છે. આ થાંભલો વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે કોઈ અજાણ્યો વાહનચાલક આ થાંભલા સાથે અથડાય અને મોટી દુર્ઘટના સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. કોન્ટ્રાક્ટરે માત્ર કામ પૂરું કરવાના હેતુથી એન્જિનિયરિંગના સાદા નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે.

સ્થાનિકોમાં રોષ અને વીડિયો વાયરલ
તંત્રની આ આંધળી નીતિ જોઈને એક જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રોડની મધ્યમાં થાંભલો હોવા છતાં તેની આસપાસ સિમેન્ટનું કામ કરી દેવાયું છે. સ્થાનિકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું નગરપાલિકાના સત્તાધીશો કે સુપરવાઈઝરોને આ ગંભીર ભૂલ દેખાઈ નહીં હોય? હાલ તો આ વીડિયો સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે અને જવાબદાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પગલાં લેવાની માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો