મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:ખેડૂતો મુદ્દે ૨૬ જૂને વ્રજવાણીથી દ્વારકા સુધી ધજા યાત્રાની કોંગ્રેસના પાલ આંબલિયાની જાહેરાત

કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાએ ખેડૂતોના પ્ર

કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાએ ખેડૂતોના પ્રશ્ને પ્રેસ કોન્ફરન્સ યોજી આંદોલન હવે દ્વારકાધીશના ભરોસે હોવાનું જણાવ્યું છે. વીજ લાઇન અને જંત્રીના ચાર ગણા ભાવ મુદ્દે કોંગ્રેસ ૨૦૨૩થી સતત લડી રહી છે. સ્થાનિક ચૂંટણીઓ બાદ ૧૪ જિલ્લાના કલેક્ટરોએ ખેડૂતોને નોટિસો આપતા 'ચાલો ગાંધીનગર'નો નારો અપાયો હતો. જ્યાં સુધી સરકાર જમીન સંપાદન મુજબ વીજ લાઇનની પોલિસી ન બનાવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. ખેડૂતોની માંગ માર્કેટ ભાવના ચાર ગણા, પોલ દીઠ મહિને ૫૦ હજાર અથવા સેટલમેન્ટના ૨ કરોડ વળતરની છે. હવે ૨૬ જૂને વ્રજવાણીથી શરૂ કરી દ્વારકાધીશને ધજા અર્પણ કરાશે.

આ સમાચાર શેર કરો