મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કિસાન કોંગ્રેસના ચેરમને પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને લખ્યો ખુલ્લો પત્ર, નિયમો અને યોજનાઓ મામલે સરકારને ઘેરી

રાજ્યમાં જમીન માપણીની ભુલોનો ભોગ ટેકાના ભાવે ચણા અને રાયડાના વેચાણ માટેના ખે

કિસાન કોંગ્રેસના ચેરમને પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને લખ્યો ખુલ્લો પત્ર, નિયમો અને યોજનાઓ મામલે સરકારને ઘેરી

રાજ્યમાં જમીન માપણીની ભુલોનો ભોગ ટેકાના ભાવે ચણા અને રાયડાના વેચાણ માટેના ખેડૂતો બની રહ્યા હોવાનો આક્ષેપ લાગ્યો છે. ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમને પાલ આંબલિયાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ અંગે રજૂઆત કરી છે.તેમજ વેધક સવાલો કર્યા છે. સરકારીના નિયમો અને સરકારી યોજનાઓ મામલે સરકારને ઘેરી છે.

પાલ આંબલિયાએ સરકારને ઘેરી

પાલ આંબલિયાએ લખ્યુ છેકે, છેલ્લા 2 – 3 દિવસથી ચણા અને રાયડાનું ટેકાના રજીસ્ટ્રેશન કરવનારા ખેડૂતોને મેસેજ આવી રહ્યા છેકે, જે પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલી છે તે સર્વેનંબરની સેટેલાઈટ ઈમેજ સથે સરખામણી કરતા સર્વે નંબરમાં નોંધણી મુજબ તે પાક મળેલ નથી.

 ખેડૂતોને મેસેજ શા માટે મળે છે

પાલ આંબલિયા એ સવાલ ઉઠાવતા કહ્યું કે, જો તલાટી કમ મંત્રીએ ગ્રાઉન્ડ પર જઈને ખરાઈ કરી જ છે તો પછી ખેડૂતોને મેસેજ શા માટે મળે છે.  જે  તાલુકામાં જમીન માપણીની વધારે ભૂલો છે તે તે તાલુકાઓમાં જ વધારે મેસેજ આવ્યા છે.ત્યારે જમીન માપણીની ભૂલ છે એ સરકારે સ્વીકારવું જ રહ્યું.

આ સમાચાર શેર કરો