મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જેતપર ગામે ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલનનો આજે પાંચમો દિવસ

મોરબીના જેતપર ગામે પોતાની વિવિધ માંગણીઓને લઈને ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા આમરણાંત

મોરબીના જેતપર ગામે પોતાની વિવિધ માંગણીઓને લઈને ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો આજે પાંચમો દિવસ છે. આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં હવે સરકાર તરફથી સકારાત્મક સંકેતો મળ્યા છે. રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળના સભ્યો ખેડૂતોની સમસ્યા પ્રત્યે ખૂબ જ પોઝીટીવ છે. સ્થાનિક ધારાસભ્યો અને મંત્રીઓએ આ મામલે મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરી છે. મંત્રીએ ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ રાજ્યના દરેક ખેડૂતને ફાયદો થાય તેવો નક્કર અને યોગ્ય નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવશે, જેથી ખેડૂતોની માંગણીઓનું નિરાકરણ આવી શકે.

આ સમાચાર શેર કરો