મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO BREAKING: મોરબીમાં સતત બીજા દિવસે પણ નબીરાનો આતંક, કાર ચાલકે ઓટો રિક્ષાને ટક્કર મારતા એકનું મોત

મોરબીમાં સતત બીજા દિવસે

તસવીર: gstv

મોરબીમાં સતત બીજા દિવસે પણ નબીરાનો આતંક જોવા મળ્યો છે. ગઈકાલે સનાળા રોડ પર વૃદ્ધ કારચાલકે ત્રણ અલગ-અલગ અકસ્માત સર્જ્યા બાદ ફરી એક વખત બેફામ કારચાલકે જીવલેણ અકસ્માત સર્જ્યો છે. વાવડી ચોકડી નજીક જામનગર પાસિંગની કારના ચાલકે ઓટો રિક્ષાને હડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે વાવડી ગામના રહેવાસી સોઢા ભાનુબેન દિલીપભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. બીજી તરફ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આવા અકસ્માતો બનતા પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો