મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાટણમાં ફાયર વિભાગમાં મહિલા ચીફ ઓફિસર સાથે કોંગ્રેસ નેતાઓ બાખડ્યા, અધિકારીએ નોંધાવી પોલીસ ફરિયાદ

પાટણ નગરપાલિકાના ફાયર વિભાગની બેદરકારી પગલાં લેવા માટે કોંગ્રેસ પ્રમુખ,

પાટણ નગરપાલિકાના ફાયર વિભાગની બેદરકારી પગલાં લેવા માટે કોંગ્રેસ પ્રમુખ, પાલિકા સદસ્યો, કાર્યકરો ચીફ ઓફિસને આવેદન આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન મહિલા ચીફ ઓફિસર સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે એક કલાક સુધી ચાલેલા મેલો ડ્રામામાં ફેરવાઈ ગઈ ગઈ હતી.

ચીફ  ઓફસરે મોડી રાત્રે પાટણ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

ચીફ  ઓફસરે મોડી રાત્રે પાટણ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મુખ્યમંત્રીના કાર્યાલય સુધી પણ મોકલવામાં આવી છે. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. તો બીજી તરફ સમગ્ર મામલે પોલીસને તાત્કાલિક રીતે એક્શન લેવા માટે પણ અપીલ કરી છે. સમગ્ર વિવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 

આ સમાચાર શેર કરો