મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ રિક્ષા ચાલકો પાસેથી પોલીસ વહીવટદારો માસિક ₹1000 વસૂલતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

ગુજરાતમાં ભ્રષ્ટાચારને લઈને વિપક્ષ કોંગ્રેસે શાસક ભાજપ સરકાર પર ગં

ગુજરાતમાં ભ્રષ્ટાચારને લઈને વિપક્ષ કોંગ્રેસે શાસક ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે પ્રેસ કોન્ફરન્સ દ્વારા ગુજરાતના વિવિધ સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનું જણાવી ખાસ કરીને અમદાવાદમાં ચાલતા એક 'પોલીસના ભ્રષ્ટાચાર'નો પર્દાફાશ કર્યો છે.

રિક્ષામાં 'સ્ટીકર'નો ભ્રષ્ટાચાર

હેમાંગ રાવલે આક્ષેપ કર્યો કે ગુજરાતમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર પોલીસ અને રેવન્યુ વિભાગમાં થઈ રહ્યો છે. તેમણે અમદાવાદમાં ચાલતી શટલ રિક્ષાઓ સાથે સંકળાયેલા એક ચોક્કસ પ્રકારના ભ્રષ્ટાચારની વિગતો આપી હતી. રાવલના જણાવ્યા મુજબ, અમદાવાદમાં જે શટલ રિક્ષાઓ ચાલી રહી છે, તેમાં એક ખાસ પ્રકારનું સ્ટીકર લગાવવામાં આવે છે. આ સ્ટીકરના નામે પોલીસના વહીવટદારો દ્વારા રિક્ષા ચાલકો પાસેથી દર મહિને ₹1000 જેટલી રકમની વસૂલાત કરવામાં આવે છે. આ રીતે દર વર્ષે એક રિક્ષા ચાલક પાસેથી ₹12000 જેટલી મોટી રકમ વસૂલવામાં આવે છે.

કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા દર વર્ષે આ સ્ટીકર બદલવામાં આવશે, જેનાથી રિક્ષા ચાલકો સતત શોષણનો ભોગ બનતા રહે.  જે રિક્ષાઓ પર આ સ્ટીકર લગાવેલું નથી હોતું, તેવી રિક્ષાઓને જપ્ત કરી લેવામાં આવે છે.

આ સમાચાર શેર કરો