મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં હોલિકા દહન મામલે બે સમુદાયો વચ્ચે થયું ઘર્ષણ, પોલીસે 3 શખ્સોની કરી અટકાયત

રાજકોટમાં સામન્ય બાબતે હિન્દુ-મુસ્લિમ સમુદાય વચ્ચે ઘર્ષણ સર્જાયું

રાજકોટમાં સામન્ય બાબતે હિન્દુ-મુસ્લિમ સમુદાય વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, મળતા અહેવાલ પ્રમાણે ભગવતીપરા વિસ્તારમાં આવેલ ત્રિશુલ ચોકમાં આ બનાવ બન્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે હોલિકા દહન શરૂ હતું દરમ્યાન અન્ય સમુદાયના લોકો ત્યાંથી પસાર થયા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો દોડી ગયો

જોકે ત્યાંથી પસાર થવાની જગ્યા ન મળતા બંને સમુદાયો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો દોડી ગયો હતો. જેમાં સ્થાનિક પોલીસ અધિકારી,SOGના અધિકારી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો