Video: દેદીયાસણ GIDCમાં બાળ મજૂરીનો પર્દાફાશ, 9 બાળ શ્રમિકોને મુક્ત કરાવ્યા
ગુજરાતના મહેસાણા જિલ્લાના દેદીયાસણ GIDCમાં ચાલી રહેલી બાળ મજૂરીનો પર્દાફાશ થયો છે. શ્

ગુજરાતના મહેસાણા જિલ્લાના દેદીયાસણ GIDCમાં ચાલી રહેલી બાળ મજૂરીનો પર્દાફાશ થયો છે. શ્રમ વિભાગની તપાસ દરમિયાન અહીંની વિવિધ કંપનીઓ અને ફેક્ટરીઓમાં કામ કરતા કુલ 9 બાળ શ્રમિકો મળી આવ્યા હતા, જેમને તાત્કાલિક મુક્ત કરાવવામાં આવ્યા છે.
શ્રમ વિભાગના અધિકારીઓએ મંગળવારે દેદીયાસણ GIDCમાં થયેલી તપાસ દરમિયાન આ બાળ શ્રમિકોને શોધી કાઢ્યા. તપાસમાં જાણવા મળ્યું કે આ કિશોરો અત્યંત જોખમી અને લાંબા કલાકના કામમાં રોકાયેલા હતા, જે ભારતીય શ્રમ કાયદા અને બાળ અધિકારોનું ઉલ્લંઘન છે. મુક્ત કરાયેલા બાળકોમાંથી મોટા ભાગની ઉંમર 17 વર્ષની આસપાસની હતી.
વિગતો અનુસાર, માન ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી 5 કિશોરીઓ અને 1 કિશોર મળી આવ્યા, જયારે ત્રિદેવ ટ્રેડર્સમાંથી 2 કિશોરો અને સનરાઈઝ એગ્રોમાંથી 1 તરુણ (જે બોઇલરનું જોખમી કામ કરતો હતો) મળ્યા. આ તમામ બાળ શ્રમિકોને તાત્કાલિક મુક્ત કરાવવામાં આવ્યા.






