મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: લુણાવાડાના ATMમાં આખલાએ જમાવ્યો અડિંગો! લોકોમાં ભયનો માહોલ

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં એક અનોખી અને હાસ્યાસ્પદ ઘટના બની છે, જ્યાં રાત્રી દરમિયાન એક આખલ

મહીસાગર જિલ્લાના લુણાવાડામાં એક અનોખી અને હાસ્યાસ્પદ ઘટના બની છે, જ્યાં રાત્રી દરમિયાન એક આખલો સીધો ATM બૂથમાં જઈને આરામ કરવા લાગ્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભય અને કુતૂહલ બંને સર્જાયા છે.  લુણાવાડાના એક ATMમાં રાત્રી દરમિયાન આખલાએ પ્રવેશ કર્યો હતો અને તે શાંતિથી અંદર બેઠો હતો.

ATM બન્યું પશુનું આરામગૃહ 

આ આખલાએ ATM બૂથમાં જ જાણે પોતાનો અડિંગો જમાવી દીધો હતો, જેના કારણે પૈસા ઉપાડવા માટે આવતા લોકોને ભારે મુશ્કેલી પડી હતી. ATMની અંદર આખલાને જોઈને પૈસા ઉપાડવા આવેલા લોકોમાં ભય ફેલાયો હતો અને મોટાભાગના લોકોએ પૈસા ઉપાડવાનું ટાળ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં લોકો ભેગા થયા હતા. પૈસા ઉપાડવા આવેલા એક વ્યક્તિ દ્વારા આ અનોખા દ્રશ્યનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો