મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મતદાન પહેલા જ શહેરા નગરપાલિકામાં ભાજપની મોટી જીત, 15 બેઠકો બિનહરીફ થઈ

પંચમહાલમાં શહેરા નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન પહેલા જ ભાજપનો દબદબો

પંચમહાલમાં શહેરા નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન પહેલા જ ભાજપનો દબદબો યથાવત જોવા મળ્યો હતો. શહેરા નગરપાલિકાના કુલ 7 વોર્ડની 28 બેઠકોમાંથી 15 બેઠકો બિનહરીફ થઈ છે. વોર્ડ નં.1 અને વોર્ડ નં.5ના તમામ ઉમેદવારો બિનહરીફ થતાં આ બંને વોર્ડ આખેઆખા બિનહરીફ થયા છે.

વોર્ડ નં.1માં 4, વોર્ડ નં.2 માં 2, વોર્ડ નં.3 માં 1, વોર્ડ 4 માં 2, વોર્ડ નં.5 માં 4 અને વોર્ડ નં.7 માં 2 મળી ભાજપના કુલ 15 ઉમેદવારો બિનહરીફ થયા છે. બિનહરીફ થયેલી મોટાભાગની બેઠકો પર સામે કોઈ હરીફ ઉમેદવાર જ ન હોવાથી અને કેટલાક ફોર્મ અમાન્ય થયા હોવાથી બેઠકો બિનહરીફ થયાનું સામે આવ્યું છે.

ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે હજુ પણ કેટલીક બેઠકો બિનહરીફ થવાની શક્યતા છે. 28 માંથી 15 બેઠકો બિનહરીફ થતાં મતદાન પહેલા જ શહેરા નગરપાલિકામાં ભાજપની મોટી જીત થઈ ગઈ છે.

આ સમાચાર શેર કરો