VIDEO: બજાણા પોલીસે ડુપ્લિકેટ IB અધિકારી અને પોલીસ કર્મચારીની ઓળખ આપી તોડ કરતી ગેંગને ઝડપી, 6ની અટકાયત
રાજ્યના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં


રાજ્યના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં ડુપ્લિકેટ આઈ.બી અને પોલીસ કર્મચારીની ઓળખ આપી NDPSના ગુનામાં ફિટ કરવાની ધમકી આપીને રૂપિયા માંગનાર તોડબાજ ટોળકી ઝડપાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે ધાંગધ્રા વિરમગામ નેશનલ હાઈવે ટોલ બુથ નજીક આ ઘટના બની હતી. જેમાં એક ડોક્ટર તેમની કારમાં જઈ રહ્યા હતા, ત્યારે આ ગેંગે તેમને ઉભા રાખીને તેમની કારમાંથી MD DRUGS મળ્યું છે, તેવું જણાવીને તોડ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
તોડબાજ ટોળકી ઝડપાઈ
તો બીજી તરફ આ ટોળકીએ ડોક્ટરને ધમકાવીને ખોટી રીતે NDPSના ગુનામાં ફીટ કરવાની ધમકી આપી હતી. તોડબાજ ગેંગે રૂપિયાની માંગ કરી હતી. સમગ્ર મામલે ડોક્ટરે પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. બજાણા પોલીસ અને સાબરકાંઠા ક્રાઈમ બ્રાન્ચે સફળતા પૂર્વક આ તોડબાજ ગેંગને ઝડપી લીધી હતી અને 6 લોકોની અટકાયત કરીને તપાસ શરૂ કરી છે.


